લુંમઝૂમ લચકાતા લીલાછમ્મ લીમડાની કાચ્ચી લીંબોળી જેવી છોકરી.
મલકે તો મોગરો ને છલકે તો ચોમાસું, મહેંકે તો ફૂલોની ટોકરી.
કાચ્ચી લીંબોળી જેવી છોકરી.
આંખોમાં અણદીઠ્યા એવા અણસાર જેના અર્થ નથી એક્કેયે કોશમાં;
સોળસોળ શમણાંથી હાલ્લક ડોલ્લક યાને ઝરણાંઓ સર્પીલાં જોશમાં;
ઉડતા અંકાશ બને, કલરવની ભાત બને, વાંચતા બની જાય કંકોતરી.
કાચ્ચી લીંબોળી જેવી છોકરી.
છોકરીના હોઠ જાણે ઉડતા પતંગિયાની પાંખોનું ફરફરતું ગાન!
ગુલ્લાબી લ્હેરખીની નમણી સુગંધ પણ કાંકરી મારોન્ને તોફાન;
મેંતો શબ્દોથી શણગારી, પાંપણથી પંપાળી, હળવેથી હૈયામાં કોતરી.
કાચ્ચી લીંબોળી જેવી છોકરી.
Chandresh Thakore said,
December 31, 2009 at 7:49 am
‘મલકે તો મોગરો ને છલકે તો ચોમાસું, મહેંકે તો ફૂલોની ટોકરી”. … kya baat hai!
kathan said,
January 25, 2010 at 4:40 pm
vaaah bhaiiiiiiiii
mast yaar plz aavine aavi poem lakho maza avi gai
Daxesh Contractor said,
February 19, 2010 at 2:50 am
મલકે તો મોગરો ને છલકે તો ચોમાસું, મહેંકે તો ફૂલોની ટોકરી…
સુંદર કલ્પના…. ગીતનો લય સ્પર્શી જાય તેવો છે.
manoj.thakar said,
February 19, 2010 at 10:11 am
vimalji,
tame kgare khar kavyatma chho, apai kavitao no labh malyo; avoj
labh apata rahesho.
manoj.thakar.
Jaykant Jani said,
March 10, 2010 at 3:50 pm
લુંમઝૂમ લચકાતા લીલાછમ્મ લીમડાની કાચ્ચી લીંબોળી જેવી છોકરી
why liboli ?
aama vruxsa ni kerI jevI …..
Pinki said,
July 13, 2010 at 9:58 am
waah… adabhut !
samir said,
September 16, 2010 at 6:17 pm
Waah Adbhut ! Maja avi gai