દરિયો


તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?
દરિયાને પુસ્તકની જેમ તમે વાંચો તો ક્યાંથી સમજાય એની વાતું !
એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય, અંદર આ ખળખળ શું થાતું !
કદી નજરુંથી દરિયો વલોવ્યો ?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો ?

મોજાંની જેમ જરા ઉછળો તો જાણો કે શું છે આ ફીણ ને કિનારો !
આંખેથી સાચુકલાં મોતી ટપકે નહીં ને પૂછો છો,’દરિયો શેં ખારો?’
કદી શ્વાસોમાં દરિયો પરોવ્યો ?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો ?

-વિમલ અગ્રાવત

10 ટિપ્પણીઓ

 1. Ramesh Patel said,

  ઓક્ટોબર 30, 2009 at 1:39 એ એમ (am)

  દરિયાને પુસ્તકની જેમ તમે વાંચો તો ક્યાંથી સમજાય એની વાતું !
  એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય, અંદર આ ખળખળ શું થાતું !
  કદી નજરુંથી દરિયો વલોવ્યો ?
  તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો ?

  very nice and different.
  Ramesh Patel(Aakashdeep)

 2. neha said,

  નવેમ્બર 4, 2009 at 11:04 પી એમ(pm)

  my most fav poem. i really like the wordings very much.

 3. Dhaval Solanki said,

  નવેમ્બર 6, 2009 at 8:12 પી એમ(pm)

  Very nice.. Especially shows the different way to look at the sea. Vimalbhai, your this sense have always made me eager to read your poems. Even I am eager to read all others including …though i dnt remember words..but some of them are: ” Aakashe Kanku no chandlo Karyo ne Pachhi Nadiyo Ne Cholai Pitthi……. Ratdine Santati Dithi, Pachhi Chaklie Fattanu Gayu… Aaj ugyu Parodhiyu Savayu…” Barabar yad nathi… but u have created this at Mahuva youth Festival…when we were there together alongwith students of Sangeetshala..if u remember….

 4. નવેમ્બર 7, 2009 at 10:24 પી એમ(pm)

  દરિયાને કિનારે રહેવાનો અમૂલ્ય લાભ મેં માણ્યો છે. એટલે તમારું આ કાવ્ય વિશેષ સ્પર્શી ગયું! મારી લખેલી બે પંક્તિ યાદ આવી ગઈ:

  ઊછળતાં આ પાણીને રોજ રોજ જોઈને
  આભલાંને આંબવાની હોંશ થાય છે …

 5. pravina said,

  ડિસેમ્બર 28, 2009 at 6:35 પી એમ(pm)

  મુંબઈના દરિયા કિનારે બાળપણ અને જુવાની માણી છે.

  દરિયો, તો બસ શું વાત કરુ. દરિયા વીષે વાંચી, મઝા આવી.

  મારા દિલના ભાવ—

  દૂર દૂર દૂર કહીં તું મુજને બોલાવ, મુજને બોલાવ

  તારી સમીપે આવું હું , તું મુજને સમાવ, તું મુજને સમાવ

  જો તારો મરો સંગ હોય , મોજાનો એ આનંદ હોય

  મોજાની એ મસ્તીમાં, તું મુજને પલાળ, તું મુજને પલાળ

  દરિયો મારી કમજોરી છે.

  visit http://www.pravinash.wordpress.com

 6. chetu said,

  જાન્યુઆરી 3, 2010 at 1:20 પી એમ(pm)

  દરિયા ને પ્રતિક બનાવી ઘણુ કહી દીધુ આપે … અને અનુભવ -અનુભુતિ કર્યા વિના જે તે વસ્તુ કે પ્રકાર વિશે કદીય કૈ જ ના સમજાય ..!

 7. જાન્યુઆરી 4, 2010 at 3:46 પી એમ(pm)

  દરિયા સાથે જીવતા, પાંચ વર્ષ થયાં……

  દરીયો લઘુકથા નથી, કે નવલકથા નથી, એ કાંઇ કહેતો નથી…. સમજવા વાળા પર જ છોડી દે છે…. અર્થ કાઢવાની દ્રષ્ટિ જોઈએ….

  સુંદર અને અલગ આલેખન….

 8. Dilip Patel said,

  જાન્યુઆરી 14, 2010 at 11:00 એ એમ (am)

  Wish I would have read this beautiful GUJARATI GEET તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો? before my just finished week-long cruise…I missed seeing the Ocean the way you see…

  Waves of your vision to see ocean seems have strength to go far beyond horizon.

  On the pious day of UTTARAYAN wish your Poetic Patang flies far beyond SAAT AASMAAN.

 9. pramath said,

  ફેબ્રુવારી 14, 2010 at 9:31 પી એમ(pm)

  કબીર અને કમાલની વાત યાદ કરાવી દીધી!
  કબીરે કમાલને ઘાસ લેવા મોકલ્યો.
  કમાલ ઘણા વખત સુધી ન આવ્યો આથી કબીર ખબર કાઢવા ગયા.
  કમાલ તો ઘાસમાં ઊભો ઊભો ઝૂલે.
  કબીરે પૂછ્યું: “કમાલ, તું શું કરતો હતો?”
  કમાલ કહે: “હું તો ઘાસ ભેગો ઘાસ થઈ ગયો હતો!”
  કબીર કહે: “તો હવે ઘાસ લઈને શો ફાયદો?”
  કબીર પણ ઝૂલવા લાગ્યા.

 10. MAHENDRA GOSWAMI said,

  જાન્યુઆરી 6, 2011 at 8:49 એ એમ (am)

  vah,vah,vah…..vimal
  ye bat !! mast majjanu dariyai geet, kavyanubhuti sprshi gy,sathe sathe dariya ni sangathe maneli dariyanubhuti no sprsh thya j karyo, prtikatmkta kabil-e-dad


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: