હરિને પત્ર

તમને તો કંઇ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ !
હુંય લખું બસ જરી?

લખવાવાળા લખે, શબદની કંઇક કરામત લાવે;
હરિ મને તો વઘી વઘી ને કક્કો લખવો ફાવે;
જરુંર પડે ત્યાં કાનોમાતર તમેજ લેજો કરી.
તમને તો કંઇ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ !

શબદ સરકણાં ફોગટ સઘળાં, કાગળ મારો સાચો;
અક્ષરમાં અંધારું કેવળ, અંતર મારું વાંચો;
પરબિડિયું પડતું મેલી મેં મને રવાના કરી.
તમને તો કંઇ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ !

-વિમલ અગ્રાવત

આ ગીતનું સ્વરાંકન નીલા ટેલીફિલ્મસ્ પ્રોડકશન અને વરિષ્ઠ સાહિત્યકર શ્રી ધ્રુવ ભટ્ટ પ્રેરિત યુટ્યુબ ચેનલ ‘ધ્રુવગીત’ પર સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો 👇

https://youtu.be/LGU4LiDO9wM

10 ટિપ્પણીઓ

 1. devikadhruva said,

  ઓક્ટોબર 27, 2009 at 5:49 પી એમ(pm)

  પરબિડિયું પડતું મેલી મેં મને રવાના કરી…..વાહ,્બહોત ખુબ..

 2. ઓક્ટોબર 27, 2009 at 8:27 પી એમ(pm)

  સુંદર લખો છો

  ઘનશ્યામ ઠક્કર

  • ઓક્ટોબર 27, 2009 at 9:52 પી એમ(pm)

   આભાર ઘનશ્યામભાઇ,મારા ગીતો જો ગમે તો અન્ય સાહિત્યસસિકોને મારા બ્લોગ વિશે જણાવજો.

 3. Pinki said,

  ઓક્ટોબર 29, 2009 at 9:50 પી એમ(pm)

  v.nice… !

  really different…. !!

 4. readsetu said,

  ડિસેમ્બર 26, 2009 at 9:06 પી એમ(pm)

  ખુબ ખુબ અભિનંદન વિમલભાઇ, તમારાં બધાં ગીતો વાંચ્યાં.

  એક એકથી ચડિયાતાં. એટલી સરસ હથોટી છે અને ગીતો એવાં લચીલાં બન્યાં છે કે હું બસ વાંચતી જ ગઇ..

  સુપર્બ..

  લતા હિરાણી

 5. ડિસેમ્બર 27, 2009 at 4:51 એ એમ (am)

  સુંદર ગીત.

 6. MAHENDRA GOSWAMI said,

  જાન્યુઆરી 6, 2011 at 9:10 એ એમ (am)

  hi,vimal …. aa geet to mane aetlu gamyu ke me mara avaj ma pathn kari mara mobile ma instant record karyu
  excelent !!

 7. rajee said,

  નવેમ્બર 6, 2011 at 3:20 પી એમ(pm)

  જરુંર પડે ત્યાં કાનોમાતર તમેજ લેજો કરી

  khubj saras vichar chhe..
  aapna jivan ma pan aaj vaat lagu pade to..!!
  jarur hoy tya ishvar potej kanomatar kari aape to jivan pan aatlu j sundar kavy bani jay nahi?

 8. લક્ષ્મી ડોબરિયા. said,

  સપ્ટેમ્બર 19, 2013 at 1:18 એ એમ (am)

  બધા જ ગીતો વાંચ્યા…ખૂબ જ સરસ અને લયબધ્ધ. અભિનંદન.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: