ગામને પાદર ઝૂલતી પૂનમરાત ને મારા ફળિયે બેઠું ઘોર ઘટાદાર ઘોર અંધારું.
ઉંબરા નામે પ્હાડ ને ભીંસોભીંસ ભીંસાવે એકલતા ચોપાસ ને માથે આભ નોધારું.
ખાબડખુબડ પડછાયાના ગોખલે બળે દીવડી નાની,રેબઝેબા થૈ હુંય મુંજાણી;
મોભનાં આખા વાંસ હડૂડે,ધડધડાધડ નળિયાં ઉડે,વરસે સાજણ તરસ્યું પાણી;
ભણકારાંથી ઝબકી જાગી જાય પારેવાં,હાંફતાં ઘૂં ઘૂં,ફફડે પાંપણ,કેમ હું વારું?
ગામને પાદર…
તળિયાંઝાટક આંખ ને સોણાં દૂર દેશાવર દૂર દરોગા,દૂર દેશાવર દૂર ઠેબાણાં;
ભમ્મરિયે પાતાળ ધરોબી તોય લીલુછમ્મ ઝાડ બની ગૈ નકટી તારી યાદ,ઓ રાણા !
રેશમી રજાઇ ઢોલિયે ઢાળી,મોરલાં દોરી,આજ આંખેથી ટપકે ટપાક કાંઇ ચોધારું.
ગામને પાદર…
-વિમલ અગ્રાવત
PARESH KALASARIYA said,
ઓક્ટોબર 29, 2009 at 7:49 પી એમ(pm)
WELL DONE. VERY GOOD POEMS AND A VERY WELL DESIGNED BLOG. BEST OF LUCK VIMALBHAI.
vimal agravat said,
નવેમ્બર 3, 2009 at 6:23 પી એમ(pm)
thanks paresh. send me the address of your blog
Pinki said,
ઓક્ટોબર 29, 2009 at 9:56 પી એમ(pm)
ગામને પાદર ઝૂલતી પૂનમરાત ને મારા ફળિયે બેઠું ઘોર ઘટાદાર ઘોર અંધારું.
ઉંબરા નામે પ્હાડ ને ભીંસોભીંસ ભીંસાવે એકલતા ચોપાસ ને માથે આભ નોધારું.
waaah… !!
Chandresh Thakore said,
નવેમ્બર 7, 2009 at 10:37 પી એમ(pm)
વિમલભાઈ: આજે અચાનક તમારા વેબસાઈટનો ભેટો થઈ ગયો. ઘણો આનંદ થયો. “પ્રોષિતભર્તુકા”ના મનોમંથનને અને એની વિમાસણને બહુ અસરકારક્તાથી ઝડપ્યા છે. સુંદર, ખુબ સુંદર! … ચંદ્રેશ
vimal agravat said,
નવેમ્બર 8, 2009 at 6:45 પી એમ(pm)
Thanks chandreshbhai for your comments
Pancham Shukla said,
ડિસેમ્બર 27, 2009 at 4:59 એ એમ (am)
પ્રોષિતભર્તુકાના સંવેદનને આ પ્રલંબ પંક્તિઓનો લય હિલ્લોળ ……વાહ કવિ વાહ
આ ગીત ને મેં રાજેન્દ્ર શાહના – સંગમાં રાજી રાજી..-ગીતના અજીત શેઠના સ્વર અનુસાર ઉપાડથી ગાઈ જોયું અને માણ્યું.