ખારવણ

પગને છે પાંખો ને માથે છે બાંસિયું ને બાંસિયામાં બૂમલાંની ભારી,ભારી!
ખારવણ ખારી ખારી.

ખારવણ દરિયાનો કટકો તે ઉછળે ને ઉછળી ઉછળી ન્ને આવે કાંઠે;
ખારવો તો કાંઠાનું ભાઠોડું સાવ શીનો કટકા બટકાને તે ગાંઠે!
માંગે છે ખારવણ મનગમતા મોતી ને ખારવો દે માછલિયું મારી મારી.
ખારવણ ખારી ખારી.

હાથના હલ્લેસાથી જીવતર હંકારે ને આંખ્યુંમાં દરિયાને પાળે;
ખારવાની ફૂગ્ગીનો કેફ બધો ઉતારે એક જ તે તસતસતી ગાળે;
ખારવણ ઘૂઘવાતું સપનું ને ખારવાની નજરું પર બાઝેલી છારી છારી.
ખારવણ ખારી ખારી.

-વિમલ અગ્રાવત

 

 

6 ટિપ્પણીઓ

 1. neha said,

  નવેમ્બર 4, 2009 at 10:59 પી એમ(pm)

  I like it v much, jafarabad ni yaad aavi gayi!!!!

 2. ડિસેમ્બર 27, 2009 at 5:16 એ એમ (am)

  વાહ.
  સિતાંશુની કૈરાલી નવલા સ્વરૂપે. ફાટફાટ સર્જકતા અનુભવાય છે.
  હું માનું છું કે આ બધા અદભુત ગીતો જાણીતા સામાયિકોમાં પ્રગટ થઈ ચૂક્યા હશે.

  • ડિસેમ્બર 27, 2009 at 7:55 પી એમ(pm)

   તમારી વાત સાચી છે પંચમભાઇ
   અહીં મુકેલી મારી બધી જ રચનાઓ કવિતા અખંડ આનંદ વગેરે જાણીતા સામયિકોમાં પ્રગટ થયેલી છે.

 3. સંજુ વાળા said,

  નવેમ્બર 15, 2011 at 10:36 પી એમ(pm)

  આ સરસ કવિતા મેં સંગીતબદ્ધ સાંભળી છે ડીયર !

 4. ડિસેમ્બર 14, 2011 at 10:40 પી એમ(pm)

  kharvan sambhali baki kevu pade ekdam saras……………………………………

 5. jayesh Ram said,

  ડિસેમ્બર 30, 2012 at 4:33 પી એમ(pm)

  good one


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: