ધોધમાર વરસાદ પડે છે.

તગતગતી તલવાર્યુ તડફડ આમતેમ વીંઝાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઢાલ ફગાવી,બખ્તર તોડી,લોક વીંધાવા જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

કળીઓ ફરફર ફૂલ બની ને લહ લહ લહ લહેરાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઝરણાં હફડક નદી બનીને દરિયામાં ડોકાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

તદારે તદારે તાની દીર દીર તનનન છાંટે છાંટો ગાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઘેઘેતીટ તાગીતીટ તકતીર કીટ્તક પવન તાલમાં વાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

જળનાં ઘોડાપૂર અમારી આંખ્યુંમાં રુંધાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
સેંથો,ચુંદડી,કંગન,કાજળ,લથબથ પલળી જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

હું દરિયે દરિયાં ઝંખું ને તું ટીંપે ટીંપે ન્હાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
હું પગથી માથાલગ ભીંજું તું કોરેકોરો હાય, અરે ભરચક ચોમાચા જાય ને મારું અંગ સકળ-
અકળાય રે નફ્ફટ! ધોધમાર વરસાદ પડે છે.

-વિમલ અગ્રાવત

ગીતનું સ્વરાંકન સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો 👇

સ્વરકાર – ભરત પટેલ

સ્વર – ગાર્ગી વોરા

https://youtu.be/WLEBX63y4yM

https://m.facebook.com/story.php?story_fbid=3057791327592161&id=100000839700914&sfnsn=wiwspwa

5 ટિપ્પણીઓ

 1. ડિસેમ્બર 7, 2009 at 5:33 એ એમ (am)

  વિમલ: અંતરતમ લાગણીને ( હું પગથી માથાલગ ભીંજું તું કોરેકોરો હાય, અરે ભરચક ચોમાચા જાય ને મારું અંગ સકળ-અકળાય રે નફ્ફટ!)ના જેવું શબ્દ-સ્વરૂપ આપવાની તારી તાકાત બદલ તને ધન્યવાદ!

 2. મે 4, 2010 at 1:22 એ એમ (am)

  Words can create a world !!
  Beautiful experience, indeed !!

 3. MAHENDRA GOSWAMI said,

  જાન્યુઆરી 6, 2011 at 8:38 એ એમ (am)

  vimal,tara kanthe aa geet sambhlvu khubj gamyu

 4. kishor barot said,

  મે 27, 2014 at 12:54 એ એમ (am)

  bhai vamal, dur vadodara sthai thayo chhu,pan tari kavitani vadhu najik aavyo chhu.tari kalamamathi sada kavita varasati rahe tevi subhakamanao.

 5. hnj said,

  ઓક્ટોબર 8, 2021 at 1:30 પી એમ(pm)

  kaym yaad ave tamari kavita ne ishabhai ni cha…..hnj….


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: