ડોશીએ ખાધું છે પાન !

ડોશીએ ખાધું છે પાન !
આંખ્યુંમાં ઓચિંતી છોકરિયું જાગી ને હૈયામાં શ્રાવણિયું ગાન.
ડોશીએ ખાધું છે પાન !
 
ફળિયામાં લાકડી ફગાવી ને ડોશીમા રાણીછાપ છિંકણીને સૂંઘે;
ગાયું ગમાણેથી ભાંભરે ને ડોસાજી ખાટલીમાં ફાટફાટ ઊંઘે;
એનઘેન શમણાનાં વાદળાઓ ગોરંભે વરસે તો સમજો તોફાન.
ડોશીએ ખાધું છે પાન !
 
પાન ખાઇ ડોશીમા પિચકારી મારે ને આયનામાં નીરખે છે હોઠ;
ગુલ્લાબનો છોડ હોય ફળિયામાં તો પણ શું ડોસા તો પેલ્લેથી ઠોઠ;
ફિર અંગ ડોશીને ઐસા મરોડા કી સાંભરી રૂડાની દુકાન;
પછી ડોસાના ચમકે છે કાન,
હવે ડોસાજી ચાવે છે પાન !
 

-વિમલ અગ્રાવત

4 ટિપ્પણીઓ

 1. Sudhir said,

  ડિસેમ્બર 13, 2009 at 12:50 પી એમ(pm)

  Nice poem,
  What message does it convey?

 2. ડિસેમ્બર 27, 2009 at 4:50 એ એમ (am)

  સરસ ગીત.
  તળપદી ભાષામાં વાર્ધક્યનો વેણુંનાદ.

  નારી સંવેદનાને વ્યક્ત કરતા બીજા ગીતો પણ એટલા જ બળકટ લાગ્યા- રમેશ પારેખ યાદ આવ્યા વગર ન રહે.

 3. pramath said,

  ફેબ્રુવારી 8, 2010 at 9:40 એ એમ (am)

  ભારતીય સમાજે સ્વીકારવા જેવી સાદી વાત – આટલી સરસ રીતે કરવા બદલ અભિનંદન!
  મોટી ઇંમરે “રસો વૈ સ:”ની ભાગવત કથા સાંભળવી તે સામાજિક ફૅશન એવી તો રૂઢ છે કે ખરેખર રસથી જીવતા વૃદ્ધ લોકોને સમાજ તે રીતે જીવવા દેતો નથી.
  આ પરિસ્થિતિમાં પશ્ચિમનો સમાજ આપણાથી વધુ સારી રીતે વરતે છે અને વૈરાગ્યની ફૅશન નથી બનાવી મૂકતો.
  આપણે આ ઉંમરે પહોંચીએ તે પહેલાં સમાજને આવી રચના આપી ઢંઢોળવા બદલ આભાર!

 4. એપ્રિલ 4, 2011 at 8:42 પી એમ(pm)

  doshi e khadhu chhe pan …..vah …..khub j sundar git rachana


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: