પરોઢિયુ

ઝબકીને જાગેલા ઝાડવાને વાયરાએ ગળચટ્ટુ ગીત એક પાયુ.
આજ ઉગ્યુ પરોઢિયુ સવાયુ.

પંખીએ પંચમના સુરના છંટકાવથી ઝરણાની નીન્દરુ ઉડાડી;
ઝાકળની જેમ ઝીણાં વરસેલા તડકાએ આખ્ખીય ધરતી ડુબાડી;
એમા અન્ધારુ આઘ્ઘે તણાયું.
આજ ઉગ્યુ પરોઢિયુ સવાયુ.

શરમાતી કુમ્પળના કાનમાં સુગન્ધ ભરે હળવેથી વાત એક મીઠ્ઠી;
આકાશે કંકુનો ચાન્દલો કર્યો છે ને નદીયુને ચોળાતી પીઠ્ઠી;
પછી ચકલીએ ફટ્ટાણું ગાયુ.
આજ ઉગ્યુ પરોઢિયું સવાયુ.

-વિમલ અગ્રાવત

કાવ્યનું ગાન સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
http://www.esnips.com/doc/79110423-fb93-4bb4-bada-bfbbe4bd1bb1/Parodhiyu-savayu

5 ટિપ્પણીઓ

 1. ડિસેમ્બર 7, 2009 at 5:54 એ એમ (am)

  વિમલ: પરોઢિયાને ટાણે સૂરજ ઊગવાની ને સરિતાના પાણીના રંગ બદલાવાની પ્રક્રિયા કાગળ ઊપર ઉતારવાનો તારો કસબ ( “આકાશે કંકુનો ચાન્દલો કર્યો છે ને નદીયુને ચોળાતી પીઠ્ઠી”)દાદ માંગી લે છે! અને “ચકલી ફટ્ટાણું” ગાય એ કલ્પના તારા જેવા કસબી કવિને જ આવે! અત્યાર સુધી વાંચેલા તારા ગીતોમાં આ મારું ઘણું ગમતું ગીત છે.

 2. ડિસેમ્બર 27, 2009 at 5:21 એ એમ (am)

  ચકલીએ ફટ્ટાણું ગાયુ.

  વાહ…

 3. pramath said,

  ફેબ્રુવારી 14, 2010 at 9:25 પી એમ(pm)

  “પંખીઓએ કલશોર કર્યો” તે સાંજ માટે તો “ચકલીએ ફટ્ટાણું ગાયું” તે સવાર માટે!
  વાહ, કવિ, વાહ!
  “પંખીઓએ કલશોર કર્યો” જેટલું જ બળકટ ગીત!

 4. Uday Shah said,

  જૂન 22, 2010 at 2:08 પી એમ(pm)

  kudaratna Sangeet ne Sabdoma Vinnvani Chhe Aneri Kala,
  Sampade Jo Sathvaro Surila Kantho no, Geet Rachaye Bhal-Bhala.
  Vimal ni Parimal Felay Badhe Badh, Geet sang, Sangeet Bhalle,
  Samrudh Thaye Gujrati Kavyamanch,Sangath Saro Aane Male.
  Abhnadan Vimal Bhai.

  • kishor barot said,

   જૂન 20, 2014 at 4:43 પી એમ(pm)

   વાહ,વિમલભાઈ,વાહ.
   આજે તમારા બધાજ કાવ્યો માણ્યા.કાવ્યાનંદના નશામાં ચકચૂર થઇ ગયો.
   તમારી કલમ આટલી બળકટ છે તો સર્જન કેમ ધીમું?
   તમારા ગીતોની મને જ નહિ , ગુજરાતી ગીત સાહિત્યને અપેક્ષા છે.ખુબ ખુબ શુભકામના.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: