સાંજ ઢળે ને આવે તારા સ્મરણોનું અજવાળું.
સાજણ ! કેમ કરી સંભાળું ?
એક અમસ્થી અટકળ લઇને કેમ બધું સંભાળું ?
ભીંત,ટોડલો,આંગણ,ઉંબર ને હોવું આ મારું,
ઉજાગરા આંખોમાં આંજી શમણાં પાછં વાળું.
સાજણ ! કેમ કરી સંભાળું ?
ઉભડક જીવે બારસાખ પર સૂક્કાં તોરણ ઝૂલે,
સૂરજનું છેલ્લું કિરણ લઇ ઇચ્છા અઢળક ખૂલે,
પાંગત પર બેસીને ઠાલાં પડછાયા પંપાળું.
સાજણ ! કેમ કરી સંભાળું ?
કવિ – વિમલ અગ્રાવત
ગીતનું સ્વરાંકન સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો👇
સ્વર અને સ્વરકાર ડો.ફિરદૌસ દેખૈયા
Vihang vyas said,
ડિસેમ્બર 13, 2009 at 9:52 પી એમ(pm)
Wah ! Vimalbhai, saras geet. Bhai, botadkar ni dharati ma thi geet na aave toj navaai. Khub khub shubhkamnao…prem…
Dr.Firdosh Dekhaiya said,
ડિસેમ્બર 14, 2009 at 12:30 એ એમ (am)
વાહ વિમલભાઈ,ખુબ સરસ રચના.કાવ્યમાં પણ ગઝલિયત છે.
Shailesh Nimavat said,
ડિસેમ્બર 14, 2009 at 10:54 એ એમ (am)
Mr.Vimal
This is really good Poem, i like it very much.
Keep it Up !!!!!!
Chandresh Thakore said,
ડિસેમ્બર 18, 2009 at 1:25 એ એમ (am)
એક એકલા જીવની વ્યથા શબ્દે શબ્દમાં અને હરેક પંક્તિમાં સચોટ બની રહી છે. સીમિત અસ્તિત્વ આંગણ-ઉંબર પૂરતું ભૌતિક નથી, પણ “હાલાં પડછાયા પંપાળવા” પડે એવી માનસિક કરુણતા સુધી વિસ્તરેલી છે. સરસ રચના.