સાજણ રહે છે સાવ કોરા !

આયખામાં આવી છે આષાઢી સાંજ અને ઝરમરિયાં વરસે છે ફોરાં.
સખીરી, મારા સાજણ રહે છે સાવ કોરા !

સાજણ કરતા તો સારું બાવળનું ઝાડ, જેને છાંટો અડતા જ પાન ફૂંટે;
સાજણ સંતાય મૂઓ છત્રીમાં, આખ્ખું આકાશ અરે મારા પર તૂટે;
પલળી પલળી ને હું તો ગળચટ્ટી થાવ પછી સાજણ લાગે છે સાવ ખોરા.
સખીરી, મારા સાજણ રહે છે સાવ કોરા.

ચૈતર વૈશાખ તો સમજ્યા પણ આષાઢી અવસરને કેમ કરું પાર?
સાજણ છે મારો સૈ વેકુરનો વીરડો ને મારી તરસ ધોધમાર;
વરસાદી વાયરાઓ ચાખી ચાખી ને હવે ચાખું છું છેલ્લા કટોરાં.
તોય મારા સાજણ રહે છે સાવ કોરા.

 -વિમલ અગ્રાવત

કાવ્યપઠન સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
http://www.esnips.com/doc/ac32ca88-4a0a-4bf1-b483-bed4d2403c8a/Sajan-rahe

12 ટિપ્પણીઓ

 1. ડિસેમ્બર 30, 2009 at 3:31 પી એમ(pm)

  તમારી ઘણી કવિતાઓ એક સાથે વાંચી ગયો, ખુબ માણી, તળપદી ભાષામાં ભરપૂર તરબોળ કરો છો.-ધન્યવાદ.

 2. જાન્યુઆરી 2, 2010 at 4:49 પી એમ(pm)

  blog of the Day માટે અભિનંદન !

 3. sapana said,

  જાન્યુઆરી 2, 2010 at 8:45 પી એમ(pm)

  સરસ બ્લોગ બન્યો છે ..સાજન રહે કોરા ગીત સરસ બન્યુ ..મારા બ્લોગમા પધારવા માટે આભાર ..બ્લોગ ઓફ ધ ડે માટે અભિનંદન..
  સપના

 4. chetu said,

  જાન્યુઆરી 3, 2010 at 1:14 પી એમ(pm)

  સુન્દર અભિવ્યક્તિ … અભિનન્દન ..

 5. kantibhai Vachhani said,

  જાન્યુઆરી 3, 2010 at 5:23 પી એમ(pm)

  blog of the Day……….. માટે અભિનંદન !

 6. મયુર said,

  જાન્યુઆરી 17, 2010 at 12:52 પી એમ(pm)

  khub j saras vimalbhai

 7. મુકુલ જાની said,

  જાન્યુઆરી 21, 2010 at 7:47 એ એમ (am)

  વાહ વિમલભાઇ વાહ…સાજણ ભલે કોરા રૈ ગ્યા પણ ઇ વાતમાં મને મોજ પડી ગૈ! ને એવી મોજ પડી કે આ બ્લોગના આંટાફેરા મારતો રહીશ….

 8. SARYU PARIKH said,

  માર્ચ 3, 2010 at 9:24 પી એમ(pm)

  બીજી કવિતાઓથી શરુ કરી, એમા આ વધારે ગમી. બહુ સરસ લખાણ.
  સરયૂ
  મારી કવિતા ‘ રૂક્ષતા’ યાદ આવી.
  http://www.saryu.wordpress.com

 9. માર્ચ 14, 2010 at 10:59 પી એમ(pm)

  I could not hear this. It is uploaded in *.wav file. It would be good to upload in mp3 format.

 10. Kalpana said,

  જૂન 13, 2010 at 6:14 એ એમ (am)

  વિમલભાઈ,
  સુંદર ગીત છે. બધાં જ કાવ્યો માણ્યા. ખુબ આનંદ આવ્યો. તમે નંદિતા ઠાકોરનો બ્લોગ પણ જોતા જ હશો.
  (સખીરી.બ્લોગસ્પોટ.કોમ). તમારા અને એમના ગીતો ગાવા વાંચવા અને સાંભળવા એ અમારે માટે લ્હાવો છે.
  -કલ્પના જયેન્દ્ર બક્ષી.

 11. ઓગસ્ટ 27, 2010 at 8:47 પી એમ(pm)

  વિમલભાઈ,

  આપની ઘણી ગીત રચનાઓ આજે માણી! મજા આવી!
  આ ગીત તો ખાસ ગમી ગયું.

  ખૂબ ખૂબ અભિનંદન!

 12. h.n.jadav said,

  નવેમ્બર 16, 2011 at 4:08 પી એમ(pm)

  very good


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: