જય જય સ્વર્ણિમ ગુજરાત

જ્યાં પ્રગતિનો સૂર્ય પ્રકાશે, દીપે સ્વર્ણ પ્રભાત રે.
સદાકાળ ઝળહળશે જગમાં સ્વર્ણિમ આ ગુજરાત રે.
જય સ્વર્ણિમ ગુજરાત ! જય જય સ્વર્ણિમ ગુજરાત ! (2)
 
દખ્ખણમાં કુંતેશ્વર, ઉત્તર અરવલ્લીમાં અંબાજી;
પશ્ચિમ દ્વારિકે માધવ, પૂરવ પાવાગઢ માઁ કાળી;
સોમનાથનાં ચરણ પખાળે સાગર જ્યાં દિનરાત રે. (2)
સદાકાળ ઝળહળશે જગમાં સ્વર્ણિમ આ ગુજરાત રે…જય સ્વર્ણિમ ગુજરાત..(2)
 
જ્યાંથી જગને સત્ય અહિંસાની બાપુએ ભેટ ધરી;
ને લોખંડી સરદારે આ માતૃભોમને એક કરી;
જેના સિંહની ડણકોથી વ્યાપે સઘળે ફફડાટ રે. (2)
સદાકાળ ઝળહળશે જગમાં સ્વર્ણિમ આ ગુજરાત રે…જય સ્વર્ણિમ ગુજરાત..(2)
 
જેને નરસિંહ,નર્મદ,પ્રેમાનંદે પ્રેમથી કંડારી;
કાંત,કલાપી,મેઘાણીએ લાડ લડાવી શણગારી;
ગરવી એ ગુર્જરભાષાની સાવ અનોખી ભાત રે. (2)
સદાકાળ ઝળહળશે જગમાં સ્વર્ણિમ આ ગુજરાત રે…જય સ્વર્ણિમ ગુજરાત..(2)
 
જ્યાં રેવાના નીર કરે રણમાં લીલીછમ હરિયાળી;
ઝળકે જ્યોતિર્ગ્રામ-નગર,લાગે હરદિન છે દિવાળી;
જ્યાં ગરબાના તાલે થનગનતી નવલી નવરાત રે. (2)
સદાકાળ ઝળહળશે જગમાં સ્વર્ણિમ આ ગુજરાત રે…જય સ્વર્ણિમ ગુજરાત..(2)
 
જ્યાં પેટાળોમાં સમૃધ્ધિનાં છે અણખૂટ ભંડારો;
જ્યાં મેઘાની કૃપા વરસે,સાગરતટ પણ છે ન્યારો;
ધન્ય તને હે પૂણ્યભોમ ! હે ગુણીયલ ગુર્જરમાત રે !(2)
સદાકાળ ઝળહળશે જગમાં સ્વર્ણિમ આ ગુજરાત રે…જય સ્વર્ણિમ ગુજરાત..(2)

-વિમલ અગ્રાવત

( ક્યારેક સરકારી પરિપત્રને અનુલક્ષીને આવું પ્રતિબદ્ધકાવ્ય પણ રચાતું હોય છે.પ્રસ્તુતગીતને “આઓ બચ્ચો તુમ્હે દિખાયે ઝાંખી હિન્દુસ્તાનકી ઇસ મિટ્ટીસે તિલક કરો યે ધરતી હૈ બલિદાનકી..વન્દે માતરમ વન્દે માતરમ”. એ પ્રખ્યાત ગીતના રાગમાં ગાય શકાય.)
આ ગીતનું ગાન સાંભળવા નીચેની લિંક પર ક્લિક કરો.
http://www.esnips.com/doc/04c03140-64d4-4e72-b44f-7b9d2f41abae/Jay-svarnim-gujarat
 
 

12 ટિપ્પણીઓ

 1. himanshupatel555 said,

  જાન્યુઆરી 5, 2010 at 8:22 એ એમ (am)

  ગીતો સરસ છે મને ચંદ્રકાંત શાહના ગીતોની યાદ અપાવી ગયા.

 2. જાન્યુઆરી 5, 2010 at 10:25 પી એમ(pm)

  સરકારી પરિપત્રને અનુલક્ષીને પણ સુંદર પ્રાસંગિકગીત રચાયું છે. This is the sign of a prolific poet.

 3. જાન્યુઆરી 12, 2010 at 1:11 એ એમ (am)

  સરસ રચના થઈ છે.
  બહાનું ગમે તે હોય કવિનું કર્મ લાગણીઓને વાચા આપવાનું છે અને તમારી લાગણીઓને અહીં તમે બહુ સરસરીતે વ્યક્ત કરી છે.
  અભિનંદન.
  મારી વૅબસાઈટ http://www.drmahesh.rawal.us ની મુલાકાત લેવા આમંત્રણ છે.

 4. Ramesh Patel said,

  જાન્યુઆરી 14, 2010 at 9:41 એ એમ (am)

  વિચારોને સરસ રીતે ગીતમાં ઢાળી ,ગુજરાતની અસ્મિતા

  આપે સાચે જ છલકાવી છે.ગુજરાત વિશે ઘણા બધા ગીત

  વાંચ્યા છે પણ આપની રચના અનોખી છે.

  લગ્ન માટેનું કવન પણ સરસ રીતે નીખાર્યું છે.

  અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

  With regards
  Ramesh Patel(Aakashdeep)

 5. જાન્યુઆરી 18, 2010 at 11:00 એ એમ (am)

  ખુબ જ સરસ અને કર્મને દર્શાવતી સરસ રચના. તમારી રચના વાંચીને ગજ ગજ છાતી ફૂલાઈ ગઈ…

 6. devikadhruva said,

  જાન્યુઆરી 20, 2010 at 11:30 પી એમ(pm)

  સુંદર રચના.

 7. માર્ચ 14, 2010 at 10:55 પી એમ(pm)

  ‘ઈસ મિટ્ટી સે તિલક કરો’ ના લયમાં કવિતા સોહે છે.

 8. dhaval vakil said,

  જાન્યુઆરી 8, 2011 at 10:28 એ એમ (am)

  khubaj sarash , vachi ne anand sathe gaura thayo.

 9. harshad machhi said,

  માર્ચ 20, 2011 at 9:45 એ એમ (am)

  mane kavya kbubj gamyu

 10. HARSHAD MACHHI GODHARA said,

  માર્ચ 20, 2011 at 9:47 એ એમ (am)

  KAVYA NA SHABDE SHABD MA GUJARAT NI MAHEK PRSRE CHE,

 11. એપ્રિલ 4, 2011 at 8:38 પી એમ(pm)

  gujarat mate ni swarnim bhakti aa git ma shabde shabde chhalke chhe


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: