લગ્નોત્સુક કન્યાનું ગીત
જાન્યુઆરી 11, 2010 at 11:53 એ એમ (am) (kavita)
આજ ખાલીખમ આંખમાં થયો શમણાંનો વરસાદ ને રાત્યું રેલમ છેલમ.
સાવ સુંવાળા હાથમાં ઊગ્યો મહેંદી કેરો સાદ ને ભાત્યું રેલમ છેલમ.
ચાકળાં માથે આભલાં ટાંકી,સોનમોતીએ ગુંથ્યું શ્રીફળ બારણે તોરણ.
મખમલી ઓછાડ માલીપા લીલદોરે બાવળિયાં કાઢી સોય ઝણણણ.
સૈ રાતેરા ઘરચોળાની જોષીએ કરી વાત ને ભાખ્યું રેલમ છેલમ.
ઘૂમટો લાંબો તાણ્યો,માથે મોડિયાની મરજાદ ને ઝાંઝર છમછમાછમ.
ઊંબરે ચઢાણ કપરા,પગે ઠેસ ને ઊડે નીંદરૂ,ડસે પડછાયાં ખમ્મ.
ધાગધિનાગીન ઢોલ વાગે ત્યાં ફળિયે પડે ફાળ ને આંખ્યું રેલમ છેલમ.
-વિમલ અગ્રાવત
કાવ્યપઠન સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
Pancham Shukla said,
જાન્યુઆરી 13, 2010 at 12:24 એ એમ (am)
મજાનું તળપદું ગીત. આનું પઠન/ગાન પણ જો ઑડિયો લિંક મરફતે મળે તો ઓર મઝા પડે.
(If youia re using digital camera, you may upload the video on YouTube)
vimal agravat said,
જાન્યુઆરી 18, 2010 at 7:30 પી એમ(pm)
શ્રી પંચમભાઇ
તમારા સુચનને ધ્યાન પર લીધું છે. ટૂંક સમયમાંજ કાવ્યપઠનની ઓડિયો લિંક મૂકીશ.
પંચમ શુક્લ said,
ફેબ્રુવારી 17, 2010 at 8:07 એ એમ (am)
Nice pathan Vimalbhai. Enjoyed. Now we will get your poems in your voice.
Dilip Patel said,
જાન્યુઆરી 14, 2010 at 10:15 એ એમ (am)
This beautifully created Gujarati Geet describes glory of gramin Gujarati wedding and attached emotions very well.
Agree with Pancham’s suggestion.
Congratulations Vimalbhai.
RAKESH said,
જાન્યુઆરી 17, 2010 at 4:18 પી એમ(pm)
વાહ ખુબ જ સરસ, લગ્ન ગીત અને ગુજરત વિશે નુ લખણ.
Dilip Gajjar said,
જાન્યુઆરી 19, 2010 at 3:53 એ એમ (am)
ખુબ મજા આવિ તમારુ ગીત માણવાની, ભાત્યુ રેલમછેલ..બહુ જ મીઠુ મધ લાગ્યુ…વાહ વિમલભાઈ ગીતનું બન્ધારણ શીખવુ પડશે મનેય લખવા મન થૈ ગયું…મલાતા રહેજો …આભાર મારા બ્લોગે પધાર્યા તેથિ ..
Chandresh Thakore said,
જાન્યુઆરી 24, 2010 at 7:54 એ એમ (am)
વિમલ: રમેશ પારેખ વિષે કોઈએ કહ્યું હતું કે શબ્દો એમની આગળ-પાછળ ફરતા રહે અને કહે “મને વાપરો, મને વાપરો”. શબ્દોને તારી સાથે એવો જ નાતો લાગે છે! “રાત્યું રેલમ છેલમ” અને “ઢોલ વાગે ત્યાં ફળિયે પડે ફાળ” જેવા શબ્દ-ઝુમખાં વાંચીને મારો એ સહજ વિચાર. ધન્યવાદ. … “મખમલી ઓછાડ માલીપા લીલદોરે બાવળિયાં કાઢી સોય ઝણણણ”માં હું જરા ગોથું ખાઈ ગયો. સમજ ના પડી. કોઈ તળપદો ભાવ છે? … ચંદ્રેશ
vimal agravat said,
જાન્યુઆરી 24, 2010 at 7:49 પી એમ(pm)
ચન્દ્રેશભાઇ
લગ્ન પહેલા કન્યાઓ પોતાના આણામાં લઇ જવા ભરત-ગુંથણ કરે છે. બાવળિયા એ ભરતની એક પ્રકારની ડિઝાઇન છે.જે ઓછાડમાં તે અત્યારે બાવળિયાનું ભરત ભરી રહી છે તે જ ઓછાડ પર તેના રેશમી સપનાઓ પથરાશે એવી કલ્પનાથી જ તે રોમાંચિત થઇ રહી છે.આવો કંઇક ભાવ નિરુપવાની આ પંક્તિમાં મેં કોશિશ કરી છે.
preetam lakhlani said,
જાન્યુઆરી 26, 2010 at 10:41 પી એમ(pm)
Very nice geet !
hasmukh said,
જાન્યુઆરી 29, 2010 at 10:37 પી એમ(pm)
sirji,
what n idea!
to meet people through blog n d more important is to do canvassing of gujarati language is realy a good idea, though u r not ‘columbus’ in d same field.
as far my best knowledge is concern, dis medium will work as a booster for ur continuous creation in literature.
my heartiest wishes to u.
i remember few lines from ur own poem
tadare tadare tani dir dir tan nan chhante chhanto gay re sajan dhodhmar varsad pade 6,
ghe ghe tit tagi tit tak dir tak pavan tal ma vhay re sajan dhodhmar varsad pade 6.
aava dhodhmar varso to majjjjaaaa pade.
baki kanthe to ‘kharvan khari khari’
sorry for d communication in english.
thanks
dr.firdosh dekhaiya said,
જાન્યુઆરી 31, 2010 at 12:51 પી એમ(pm)
અદભુત રચના.
SARYU PARIKH said,
ફેબ્રુવારી 5, 2010 at 5:32 એ એમ (am)
પહેલી વખત બ્લોગ જોયો. આ રચના બહુ ગમી.
સરયૂ
આ માધ્યમની અજાયબી! તમે ક્યાં અને અમે ટેક્સાસમાં, એકબીજાની કવિતા મ્હાણી શકીએ છીએ!
Mayur Prajapati said,
ફેબ્રુવારી 5, 2010 at 8:23 પી એમ(pm)
wah vimalbhai khub j saras lagnotsuk kanyanu geet
mane khub j gamyu
visit my blog
http://www.aagaman.wordpress.com
Mayur Prajapati
Raj Mistry said,
ફેબ્રુવારી 11, 2010 at 1:39 પી એમ(pm)
તમે ખરેખર ખુબ જ સારું લખો છો..કવિતા લખવા માટે તમારે ભાષા ના જ્ઞાતા થવું પડે અને હૃદય ના અવાજ ને કલાકો સુધી સંભાળવો પડે..સમજવો પડે અને પછી કાવ્ય એનું સ્વરૂપ લે…અને જ્યારે વાચક એના સુંદર પ્રતિભાવ વડે તેને પખાળે ત્યારે જાણે કે કોરા નગારા ને અવાજ રેલાવા નો ,ઢબૂકવા નો આહલાદક આનંદ મળે છે….તો પછી વિમલભાઇ આ કાચી લીંબોળી જેવી રચના ઓ લખતા રહો..અને ગુજરાતી ને સંપન્ન કરો…
dr firdosh dekhaiya said,
માર્ચ 3, 2010 at 9:39 પી એમ(pm)
વિમલભાઈ.
તમારું પઠન સાંભળ્યું. આ કાવ્ય ખરેખર હું કહેરવા માં બોલતો હતો.તમારા પઠન પછી લાગ્યું કે ખેમટો વધારે અસરકારક છે.સ્વરનિયોજનમાં આ ચીજ ધ્યાનમાં રાખવા જેવી ખરી.
Ankit trivedi said,
મે 5, 2010 at 11:58 પી એમ(pm)
વિમલભાઇ તમારા ગીતોનો લય ખુબ જ આકર્ષી ગયો. ર્.પા. ગયા પછી આવો લય હિલ્લોળ અને તળપદીભાષાની તાજગી મેં કોઇના ગીતોમાં અનુભવી હોય તો તે છે વિમલ અગ્રાવત.કવિતા સામયિકમાં આપના ગીતોથી પરિચિત હતો.પરંતુ અહીં ઘણા બધા ગીતો માણ્યા. ખોટા વખાણ નથી કરતો પણ ખુબ ખુબ ખુબ સરસ ગીતો લખો છો.અભિનંદન. નવી રચનાઓ મૂકતા રહેજો
"માનવ" said,
મે 10, 2010 at 10:22 એ એમ (am)
Nice poem
himanshupatel555 said,
મે 11, 2010 at 4:28 એ એમ (am)
ગીત અને પઠન બન્ને ગમ્યા, તમારી પઠન પધ્ધતિ ચંદુ શાહની યાદ અપાવે છે પેલો કઠ્યાવાડી
પાસ-લહેકો-,ગમ્યુ.મળોમને
@http://himanshupatel555.wordpress.com ( maaraa kaavyo )
http://himanshu52,wordpress.com (translation from all over the world)
આભાર, હિમાન્શુ
વિહંગ વ્યાસ said,
મે 14, 2010 at 8:39 પી એમ(pm)
લયથી લચી પડેલું સુંદર ગીત માણવાની મજા આવી. અભિનંદન વિમલભાઇ !
ghanshyam said,
ઓગસ્ટ 25, 2010 at 1:59 પી એમ(pm)
વિમલભાઇ
અભિનંદન.
ગીત ગમ્યુ.
http://ghanshyam69.wordpress.com
himmat jadav said,
નવેમ્બર 17, 2011 at 5:15 પી એમ(pm)
maja aavi gay …! lakhata raho
Paresh Darbar said,
ડિસેમ્બર 14, 2011 at 10:23 પી એમ(pm)
bahu saras vimal bhai………………….