આંસુ પરાયું

કદી કોઇથી એ ન જાણી શકાયું.
રહે આંખમાં એક આંસુ પરાયું.
 
હવાથીયે હળવું હતું મૌન તારું
અને આંગળીથી ન ઊંચકી શકાયું.
 
અમે હાથ જોડી કશું પણ ન માગ્યું;
અલગ વાત છે કે મળ્યું છે સવાયું.
 
અપર્યાપ્ત છે કારણો શ્વાસ લેવા;
ને પર્યાપ્ત વહેતો રહે પ્રાણવાયુ.
 
ક્ષણોમાં જીવો ને ક્ષણોને જીવાડો;
‘વિમલ’ આપને ક્યાં થવું છે શતાયુ !
 
-વિમલ અગ્રાવત

22 ટિપ્પણીઓ

 1. Kalpana said,

  જૂન 16, 2010 at 6:28 પી એમ(pm)

  “ક્ષણોમાં જીવો ને ક્ષણોને જીવાડો,
  ‘વિમલ’ આપને ક્યાં થવું છે શતાયું ! ”

  very nice Vimalbhai. Beautiful.
  Keep it up.

  -Kalpana.

 2. જૂન 16, 2010 at 8:21 પી એમ(pm)

  ક્ષણોમાં જીવો ને ક્ષણોને જીવાડો;
  ‘વિમલ’ આપને ક્યાં થવું છે શતાયુ !

  સરસ ગઝલ.

  શતાયુ શબ્દ વાંચી મનોજ ખંડેરિયાની ગઝલ યાદ આવી ગઈ.

  પૂછ એને કે જે શતાયુ છે

  કેટલું, ક્યારે, કયાં જિવાયું છે ?

  http://tahuko.com/?p=7641

  http://rankaar.com/category/poets/manoj-khanderia

 3. Nandita said,

  જૂન 18, 2010 at 8:58 એ એમ (am)

  વિમલભાઈ,
  સુંદર ગઝલ. મક્તો અદભૂત છે.
  –નંદિતા.

 4. Chandresh Thakore said,

  જૂન 19, 2010 at 7:08 એ એમ (am)

  વિમલઃ લગભગ છ મહિનાના મૌનને તેં છેવટે તોડ્યું એ તો એક ઉત્સવનું કારણ લેખાવું જોઈે! કાવ્ય/ગીત સર્જનની ક્ષણોમાં જીવતો રહે અને કાવ્ય/ગીત સર્જનની ક્ષણોને જીવાડતો રહે એવો સ્વાર્થ મારા જેવા અનેક જીવોને રહેવાનો. — ચંદ્રેશ

 5. જૂન 19, 2010 at 11:10 પી એમ(pm)

  ક્ષણોમાં જીવો ને ક્ષણોને જીવાડો;
  ‘વિમલ’ આપને ક્યાં થવું છે શતાયુ !

  વિમલભાઈ સુંદર મક્તા. શ્રી. મનોજ ખંડેરિયા એક શેર યાદ આવ્યો.
  ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
  બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

 6. વિહંગ વ્યાસ said,

  જૂન 28, 2010 at 11:53 એ એમ (am)

  બધા શેર ગમ્યાં. સુંદર ગઝલ.

 7. venunad said,

  જુલાઇ 18, 2010 at 1:40 પી એમ(pm)

  Wah,Vimalbhai, i liked it most. life is to live in present.

 8. Ramesh Patel said,

  જુલાઇ 28, 2010 at 5:51 એ એમ (am)

  ક્ષણોમાં જીવો ને ક્ષણોને જીવાડો;
  ‘વિમલ’ આપને ક્યાં થવું છે શતાયુ !

  અદભૂત,Vimalbhai

  બધા શેર ગમ્યાં. સુંદર ગઝલ.
  Ramesh Patel(Aakashdeep)

 9. nilamhdoshi said,

  જુલાઇ 30, 2010 at 1:55 એ એમ (am)

  nice gazal….vimalbhai…

 10. ઓગસ્ટ 1, 2010 at 11:01 પી એમ(pm)

  વાહ વિમલભાઈ,
  લગાગા ના ૪ ચરણ લઈ સુંદર પ્રવાહિત થઈ ગઝલ…..ખૂબ સરસ.
  બધા જ શેર સરસ….
  અભિનંદન.

 11. ઓગસ્ટ 2, 2010 at 1:01 એ એમ (am)

  ખુબજ સુંદર રચના
  હશે ગેબ વાતો ને ઝળહળ બધું ત્યાં ,

  અહમ દૂર મેલીને ભીતર પ્રવેશો .

  મદદ માગવા કોઈ સામે ધરે કર ,

  બની જાવ બેલી ને ભીતર પ્રવેશો .

  અભિનંદન
  das.desais.net
  દાદીમાની પોટલી

  અમારા સ્વરચિત અન્ય એક કાવ્ય ના બ્લોગ ની જરૂરથી મુલાકાત લેશો.
  ‘કાકુ’ kaku.desais.net

 12. devikadhruva said,

  ઓગસ્ટ 2, 2010 at 6:32 એ એમ (am)

  ક્ષણોમાં જીવો ને ક્ષણોને જીવાડો;
  ‘વિમલ’ આપને ક્યાં થવું છે શતાયુ ! very good..liked it.

 13. Heena Parekh said,

  ઓગસ્ટ 2, 2010 at 10:41 એ એમ (am)

  હવાથીયે હળવું હતું મૌન તારું
  અને આંગળીથી ન ઊંચકી શકાયું.
  આ શેર વધુ ગમ્યો.

 14. ghanshyam said,

  ઓગસ્ટ 2, 2010 at 10:00 પી એમ(pm)

  excellent ghazal,
  ghanshyam

 15. chetu said,

  ઓગસ્ટ 8, 2010 at 5:40 એ એમ (am)

  હવાથીયે હળવું હતું મૌન તારું
  અને આંગળીથી ન ઊંચકી શકાયું.
  v nice ….

 16. ઓગસ્ટ 26, 2010 at 8:25 એ એમ (am)

  અપર્યાપ્ત છે કારણો શ્વાસ લેવા;
  ને પર્યાપ્ત વહેતો રહે પ્રાણવાયુ.

  ક્ષણોમાં જીવો ને ક્ષણોને જીવાડો;
  ‘વિમલ’ આપને ક્યાં થવું છે શતાયુ !

  બહોત ખૂબ વિમલભાઈ .. સુંદર ગઝલ. બધા જ શેર સુંદર થયા છે. ઉપરના બંને ખાસ ગમી ગયા.

 17. himanshupatel555 said,

  સપ્ટેમ્બર 5, 2010 at 8:26 એ એમ (am)

  સરસ ગઝલ ખરેખર વાંચવાની ગમી, અને બીજા વાંચકો સમ આ વધારે ગમ્યુ–
  ક્ષણોમાં જીવો ને ક્ષણોને જીવાડો;
  ‘વિમલ’ આપને ક્યાં થવું છે શતાયુ !

 18. Nikhil Joshi said,

  સપ્ટેમ્બર 27, 2010 at 11:07 પી એમ(pm)

  bahut khub bhai vimal.
  rachana gami.
  hu hamna ek sugam no audio project vicharu chu contemporay music style ma.
  haal shreenathji projects chalu che.
  Aalap desai ane Shraddha Shridharani singers che mara aa projects ma.
  1-2-3 oct. mumbai chu recording mate.
  keep in touch.
  joshinikhil2007@gmail.com

 19. bharat vinzuda said,

  ડિસેમ્બર 10, 2010 at 6:39 પી એમ(pm)

  Sundar gazal…

 20. Ramesh Patel said,

  જાન્યુઆરી 31, 2011 at 11:52 પી એમ(pm)

  ક્ષણોમાં જીવો ને ક્ષણોને જીવાડો;
  ‘વિમલ’ આપને ક્યાં થવું છે શતાયુ !
  વિમલભાઈ .. સુંદર ગઝલ. બધા જ શેર સુંદર છે
  Ramesh Patel(Aakashdeep)

 21. rajee said,

  નવેમ્બર 15, 2011 at 6:31 પી એમ(pm)

  thanks for reply vimal ji..
  હવાથીયે હળવું હતું મૌન તારું
  અને આંગળીથી ન ઊંચકી શકાયું.

  khub j saras..

 22. jadav h.n said,

  જુલાઇ 3, 2012 at 3:37 પી એમ(pm)

  ati sundar!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: