લેખણ લઇ લખવા ચહું, શબદ મળે બે ચાર .
કાગળિયો કોરો રહે, આંખ્યું અનરાધાર.
કેમ કરી ને મોકલવા હૈયા કેરાં હેત ?
સાજણ ! શબ્દો સામટાં, કાગળિયો બે વેંત.
કાગળ,કલમ,ન શબ્દ કે નહિ લિપિ નહિ શ્યાહી,
હું લખું ન સાજણ કશું તોય તને વંચાય !
શું કરવા થોથાં ભણી ભણી અગમ ના ભેદ ?
સાજણ ! કાગળ પ્રેમનો મારે મન તો વેદ.
એક જ તારા નામનું રટણ રટું કિરતાર,
ઝળહળ આખ્ખું આયખું તગ તગ તેજ ફુંવાર.
-વિમલ અગ્રાવત
praheladprajapati said,
જાન્યુઆરી 28, 2011 at 7:07 એ એમ (am)
સરસ , ધન્યાદ
કાગળ,કલમ,ન શબ્દ કે નહિ લિપિ નહિ શ્યાહી,
હું લખું ન સાજણ કશું તોય તને વંચાય !
praheladprajapati said,
જાન્યુઆરી 28, 2011 at 7:12 એ એમ (am)
એક રમેશ પારેખ નું ગીત યાદ આવે છે
===========================
સુકો દુકાળ તારા દેશમો, ને સુકો દુકાળ મારા દેશમો ,
તોયે કંઈક , લીલું ચટ્ટાક , કંઈક , લીલું ચટ્ટાક , કંઈક , લીલું ચટ્ટાક ,
તારી ઓખ્મો ,ને કોઈક લીલું ચટ્ટાક મારી ઓખમો
Ramesh Patel said,
જાન્યુઆરી 31, 2011 at 11:49 પી એમ(pm)
કેમ કરી ને મોકલવા હૈયા કેરાં હેત ?
સાજણ ! શબ્દો સામટાં, કાગળિયો બે વેંત.
Pancham Shukla said,
માર્ચ 6, 2011 at 2:37 એ એમ (am)
મઝના દુહાઓ. પ્રેમરંગથી અનરાધાર નીતરતા.
jagdish solanki said,
ઓગસ્ટ 9, 2011 at 6:20 પી એમ(pm)
mitr tamari kavita thi to parichit chu ane chu jpan web. par fari ketalik kavitao vanchi apane rubaru jafarabad ma malyo hov aevu lagyu.
pramath said,
સપ્ટેમ્બર 9, 2011 at 12:09 પી એમ(pm)
વાહ!
jayesh Ram said,
ડિસેમ્બર 28, 2012 at 11:50 પી એમ(pm)
I first time reading your poem, raeally yaar great