એક છોકરીને ક્યાંય હવે ગમતું નથી.

એક છોકરીને ક્યાંય હવે ગમતું નથી.
મોભારે ક્યારનોય બોલે છે કાગડો ને ફળિયામાં કોઇ સંચરતું નથી.

ચકલી આવી ને બોલી ચીંચીં તો છોકરીએ આંખોને કેમ પછી મીંચી?
છોકરીનું હોવું તો મુઠ્ઠી કલરવ એને કોણ રોજ ભરતું તું સીંચી?
હવે છોકરીમાં કોઇ ફરફરતું નથી.
એક છોકરીને ક્યાંય હવે ગમતું નથી.

છોકરીનું સપનું તો તૂટેલી ઠીબ એમાં કોણ આવી ચાંચને ઝબોળે!
પાંખો વિનાની સાવ છોકરી આંખોમાં હવે પીંછાનાં દરિયાને ડહોળે.
હવે છોકરીને કેમ કોઇ ફળતું નથી?
એક છોકરીને ક્યાંય હવે ગમતું નથી.

-વિમલ અગ્રાવત

કાવ્યપઠન સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

http://www.esnips.com/doc/fce76c23-4583-4160-a047-bf03cbe6b613/Ek-chhokari

2 ટિપ્પણીઓ

  1. ડિસેમ્બર 25, 2009 at 4:21 પી એમ(pm)

    છોકરીનું સપનું તો તૂટેલી ઠીબ એમાં કોણ આવી ચાંચને ઝબોળે!
    પાંખો વિનાની સાવ છોકરી આંખોમાં હવે પીંછાનાં દરિયાને ડહોળે.
    khubaj saras vimalbhai

  2. ડિસેમ્બર 31, 2009 at 7:55 એ એમ (am)

    મુટ્ઠી કલરવ (અને તે પણ એક “છોકરીનું હોવું”), સપનું તો તૂટેલી ઠીબ, અને પીંછાનો દરિયો … જેવા શબ્દ-ગુછ્છા ખૂબ જ અસરકારક બની ગયા છે!


Leave a comment