કાચ્ચી લીંબોળી જેવી છોકરી

લુંમઝૂમ લચકાતા લીલાછમ્મ લીમડાની કાચ્ચી લીંબોળી જેવી છોકરી.
મલકે તો મોગરો ને છલકે તો ચોમાસું, મહેંકે તો ફૂલોની ટોકરી.
કાચ્ચી લીંબોળી જેવી છોકરી.

આંખોમાં અણદીઠ્યા એવા અણસાર જેના અર્થ નથી એક્કેયે કોશમાં;
સોળસોળ શમણાંથી હાલ્લક ડોલ્લક યાને ઝરણાંઓ સર્પીલાં જોશમાં;
ઉડતા અંકાશ બને, કલરવની ભાત બને, વાંચતા બની જાય કંકોતરી.
કાચ્ચી લીંબોળી જેવી છોકરી.

છોકરીના હોઠ જાણે ઉડતા પતંગિયાની પાંખોનું ફરફરતું ગાન!
ગુલ્લાબી લ્હેરખીની નમણી સુગંધ પણ કાંકરી મારોન્ને તોફાન;
મેંતો શબ્દોથી શણગારી, પાંપણથી પંપાળી, હળવેથી હૈયામાં કોતરી.
કાચ્ચી લીંબોળી જેવી છોકરી.

– વિમલ અગ્રાવત

ગીતનું સ્વરાંકન સાંભળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો 👇

સ્વરાંકન અને સ્વર શ્રી કમાલ ત્રિવેદી👇

https://youtu.be/enhZuEJHFMA

સ્વરાંકન અને સ્વર ડો. ફિરદૌસ દેખૈયા 👇

https://m.facebook.com/story.php?story_fbid=4971128929574079&id=100051360212048&sfnsn=wiwspwa

10 ટિપ્પણીઓ

  1. ડિસેમ્બર 31, 2009 at 7:49 એ એમ (am)

    ‘મલકે તો મોગરો ને છલકે તો ચોમાસું, મહેંકે તો ફૂલોની ટોકરી”. … kya baat hai!

  2. kathan said,

    જાન્યુઆરી 25, 2010 at 4:40 પી એમ(pm)

    vaaah bhaiiiiiiiii
    mast yaar plz aavine aavi poem lakho maza avi gai

  3. ફેબ્રુવારી 19, 2010 at 2:50 એ એમ (am)

    મલકે તો મોગરો ને છલકે તો ચોમાસું, મહેંકે તો ફૂલોની ટોકરી…
    સુંદર કલ્પના…. ગીતનો લય સ્પર્શી જાય તેવો છે.

  4. manoj.thakar said,

    ફેબ્રુવારી 19, 2010 at 10:11 એ એમ (am)

    vimalji,
    tame kgare khar kavyatma chho, apai kavitao no labh malyo; avoj
    labh apata rahesho.
    manoj.thakar.

  5. Jaykant Jani said,

    માર્ચ 10, 2010 at 3:50 પી એમ(pm)

    લુંમઝૂમ લચકાતા લીલાછમ્મ લીમડાની કાચ્ચી લીંબોળી જેવી છોકરી

    why liboli ?

    aama vruxsa ni kerI jevI …..

  6. Pinki said,

    જુલાઇ 13, 2010 at 9:58 એ એમ (am)

    waah… adabhut !

  7. samir said,

    સપ્ટેમ્બર 16, 2010 at 6:17 પી એમ(pm)

    Waah Adbhut ! Maja avi gai

  8. snehi parmar said,

    મે 18, 2012 at 11:41 એ એમ (am)

    akha geet no pran ahi chhe
    આંખોમાં અણદીઠ્યા એવા અણસાર જેના અર્થ નથી એક્કેયે કોશમાં

  9. akashspandya said,

    જુલાઇ 3, 2012 at 3:03 પી એમ(pm)

    fantastic poem…

  10. A T Vadavia said,

    સપ્ટેમ્બર 1, 2016 at 10:43 પી એમ(pm)

    Aflatun geet


Leave a comment