તેજપુંજ વિસ્તરે …

આજ મત્ત શર્વરી ટીંપે ટીંપે અહો ! ઝરે, તેજપુંજ વિસ્તરે તિમિર ધીરે ધીરે ખરે.
પદ્મદલ સહસ્ર એમ ભીતરે ખૂલે અરે,તેજપુંજ વિસ્તરે તિમિર ધીરે ધીરે ખરે.

શું હતું જડે નહીં,ખબર કશી પડે નહીં,શોધતા વહી જતું એ દ્ર્શ્ય સાંપડે નહીં;
શુભ્ર સ્વપ્નમય સુવાસ ચક્ષુમાં સહજ તરે,તેજપુંજ વિસ્તરે તિમિર ધીરે ધીરે ખરે.

એજ બોલતું રહે ને એજ ડોલતું રહે એજ સ્નિગ્ધકાળનાં પડળને ખોલતું રહે;
એજ બીજમાં રહી અહીં તહીં બધે ફરે,તેજપુંજ વિસ્તરે તિમિર ધીરે ધીરે ખરે.

એક પળ ખૂલે દશેયદ્વાર ને ખબર પડે,કંઇક રક્તમાં ઘૂંટાય મદભરેલ એજ તે;
શબ્દ,સ્પર્શ,રૂપ,ગંઘ,નાદમાં જઇ ઠરે,તેજપુંજ વિસ્તરે તિમિર ધીરે ધીરે ખરે

-વિમલ અગ્રાવત

6 ટિપ્પણીઓ

 1. ડિસેમ્બર 27, 2009 at 5:10 એ એમ (am)

  અદભૂત ગઝલ.

  માત્ર એક વાત કહેવાનું માન થયું (આશા છે તમે એને સ્નેહભાવે જોશો)
  તેજપુંજ વિસ્તરે તિમિર ધીરે ધીરે ખરે રદીફમાં – તિમિર ખરે- સહેજ ખટકે છે. તમિર હળુ હળુ હટે જેવું કંઈક અભિપ્રેત લાગે છે.

 2. preetam lakhlani said,

  જાન્યુઆરી 13, 2010 at 5:36 પી એમ(pm)

  Hi Vimal,
  This is my most gamtili gazal!,

 3. preetam lakhlani said,

  જાન્યુઆરી 13, 2010 at 5:39 પી એમ(pm)

  aaje savaare work pr navro hto,atle tara badha geet nirate vaachya, bhu majaa aavi gaI, taari gazalne me’kavita’maa pasnd kareli,….Thanks

 4. preetam lakhlani said,

  જાન્યુઆરી 16, 2010 at 2:21 એ એમ (am)

  bhai vimal, taari email vaachi bahuj aanad thayo, koini darakar kriyaa vagar bas tu tare lakhto rahe………….aabhar…….me tne email karel che.

 5. Sunil said,

  જાન્યુઆરી 21, 2010 at 10:57 પી એમ(pm)

  !! Very Rhyming Gazal – With so many hidden meanings !!

  Can you imagine if Parthiv Gohil songs this gazal?

  This also reminds me Zaverchand Meghani’s creations.

  It’s already my favorite one.

 6. મે 29, 2011 at 4:49 પી એમ(pm)

  sundar arudh gazal…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: