અફવા છે.

રોમ રોમ ને રગ અફવા છે.
માણસના બે પગ અફવા છે.

પગથી માથ લગ અફવા છે.
માણસ મોટ્ટો ઠગ અફવા છે.

સૂર્ય થયાનો દાવો કિન્તુ;
માણસની ઝગમગ અફવા છે.

હોય હયાતી પળ બેપળની;
શ્વાસોનાં આ ઢગ અફવા છે.

માણસ છે કાળું અંધારું;
ઝળહળ થાતી શગ અફવા છે.

-વિમલ અગ્રાવત

5 ટિપ્પણીઓ

  1. ડિસેમ્બર 27, 2009 at 5:31 એ એમ (am)

    આ કદાચ સૌથી નબળી રચના લાગી.
    તમારા ગીતો અને તમારી સર્જક પ્રતિભા સામે મારે મન આ ચિલાચાલુ ગઝલિયાઓ જેવી રચના. (આકરા પ્રતિભાવ બદલ માફ કરશો-તમારી કવિતાઓમાં અંગત રસ પડ્યો એટલે બાકી તો સરસ રચના એમ જ લખું છું )

  2. shilpa prajapati said,

    જાન્યુઆરી 11, 2010 at 2:45 પી એમ(pm)

    jakas
    સૂર્ય થયાનો દાવો કિન્તુ;
    માણસની ઝગમગ અફવા છે.

    keep it..
    shilpa
    ….http://shil1410.blogspot.com/ માગું છું હવે વિધાતા તારી પાસે,તેને સહન કરવાની કોઇ શકિત તો આપ.

  3. pramath said,

    ફેબ્રુવારી 8, 2010 at 9:43 એ એમ (am)

    “સૂર્ય થવાનો દાવો કિન્તુ
    માણસની ઝગમગની અફ઼્વા છે”

    યાદ આવ્યા હરીન્દ્ર દવે (?):
    “જ્યોત કને જઈ જાચી દીપ્તિ
    જ્વાળ કને જઈ લ્હાય,
    ગતિ માંગી ઝંઝાનિલની
    એ રૂપ ગગનથી ચ્હાય
    ચકિત થઈ સૌ દેખી રહે
    એને ટળવળતા નિજ ચરણે!
    એક રજકણ, સૂરજ થવાને શમણે
    ઉગમણે જઈ ઊડે
    પલકમાં ઢળી પડે આથમણે!”

  4. sanjay nagar said,

    ઓગસ્ટ 19, 2014 at 8:48 એ એમ (am)

    Wah sir..bahuj saras. kavy chhe

  5. sanjay nagar said,

    ઓગસ્ટ 19, 2014 at 8:49 એ એમ (am)

    khub saras chhe


Leave a comment