હું તો આખી ને આખી ભીંજાણી

હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી ! હું તો આખી ને આખી ભીંજાણી.
રે ! દરિયે કાંઇ નદીયું લુંટાણી સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.

કોરાકટ આકાશે આવ્યું ઓચિંતું એક્ વાદળનું મખમલિયું પૂર.
છાંટે છાંટે ‘લિ મુંઇ છોલાતી જાઉં, પણ કેમ કરી જાવું રે દૂર?
મારી ચુંદડીને કોણ ગયું તાણી ? સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.

ઝંખનાઓ ચોમાસા જેમ કાંઇ વરસે ને અંગ અંગ ઉમટે તોફાન;
કુંવારા સપનાઓ સળવળવા લાગે ને ભુલાતું સઘળુંયે ભાન;
હું તો ભીનપના ભારથી મુંજાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.

-વિમલ અગ્રાવત

7 ટિપ્પણીઓ

 1. ડિસેમ્બર 31, 2009 at 8:10 એ એમ (am)

  “કોરાકટ આકાશે આવ્યું ઓચિંતું એક્ વાદળનું મખમલિયું પૂર” એ પહેલા પ્રેમના અણસારની સુંવાળપ સરસ રીતે રેલી જાય છે. અને “કુંવારા સપનાં”ને “ભીનપનો ભાર” જે મધુરી મૂંઝવણ કરાવી જાય એના અદકેરા આનંદનો નશો, વિમલ, તેં બરોબર ઝડપ્યો છે! અભિનંદન.

 2. chetu said,

  જાન્યુઆરી 3, 2010 at 1:22 પી એમ(pm)

  ગુજ્રાતી ફિલ્મ નુ ગીત – કે રસિયે રંગ્મા મુજ્ને આણી ને હુ તો થઇ ગઇ પાણી પાણી..યાદ આવી ગયુ ..સુન્દર રચના ..

 3. જાન્યુઆરી 4, 2010 at 3:41 પી એમ(pm)

  ખૂબ સુંદર રચના……

  ઝંખનાઓ ચોમાસા જેમ કાંઇ વરસે ને અંગ અંગ ઉમટે તોફાન;
  કુંવારા સપનાઓ સળવળવા લાગે ને ભુલાતું સઘળુંયે ભાન;

  ખૂબ ઉમદા

 4. હેતલ પીઠ્ડીયા said,

  જાન્યુઆરી 27, 2010 at 4:11 પી એમ(pm)

  આપની બધી કવિતા ઓ ખુબ સરસ છે.
  અમે એક”જીવન-ઉત્સવ” નામનું magazine publish કર્યુ છે.(monthly) અને તેમાં સ્વ-રચિત કવિતા ની column છે.
  જો આપ તેમા આપની કવિતા આપવા ઈચ્છ્તા હો તો મને mail કરજો.
  my id is h.pithadia@yahoo.co.in

 5. Dhaval Solanki said,

  ફેબ્રુવારી 8, 2010 at 12:11 એ એમ (am)

  Vimalbhai,
  Dhaval Here…after long time…Sakhiree AAAAAAAkkkkhhhuuuyyyyy vanchyu…MAJA aavi gai…ne sachu kahu,… gayu pan kharu…keep it up and keep uploading the versatile poems….

  Nice…With lots of compliments….
  Dhavalbhai

 6. jindatt k shah said,

  મે 22, 2012 at 4:16 પી એમ(pm)

  મારી ચુંદડીને કોણ ગયું તાણી ? સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.laalitya thi tarbatar 6e dear


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: