ગીત

મને તારામાં ડૂબવાના કેટલાં અભરખા ! ને તું જ મને તરતા શીખવાડે ? 

તને કેમ હવે કોઇ સમજાવે ?

 

મારામાં ઘટાટોપ વાદળ ઘેરાય છતા તારામાં ટહૂકે નહિ મોર,

હું ચાંદની શી શીતળ કોઇ વાત લઇ આવું પણ તારો મિજાજ તો બપ્પોર,

હું આમતેમ છલકાતો છાલક થઇ જાઉં, તું છત્રીને સાથે લઇ આવે ? 

તને કેમ હવે કોઇ સમજાવે ?

 

આછકલું અડકે જ્યાં તારી નજર ત્યાં હું થઇ જાતો લીલોછમ આખો,

મારામાં સાત સાત ઊઘડે આકાશ ને તું સહેજે ના ફફડાવે પાંખો ?

હું ગળચટ્ટા ગીત જેમ રસરસતો હોઉ, તને ખાટું ખાટું જ બધું ભાવે ?

તને કેમ હવે કોઇ સમજાવે ?

-વિમલ અગ્રાવત

7 ટિપ્પણીઓ

 1. Ramesh Patel said,

  જાન્યુઆરી 31, 2011 at 11:47 પી એમ(pm)

  Having a special taste. very nice.
  Congratulation for sharing nice poetry.Enjoyed it.

  Ramesh Patel(Aakashdeep)

 2. Chandresh Thakore said,

  ફેબ્રુવારી 4, 2011 at 8:44 એ એમ (am)

  વિમલઃ સૂરજને ઢાંકતાં વાદળ ક્યારેક તો િવખરાશે જ એની મને ખાતરી હતી. નવી રચનાઓ વાંચી આનંદ થયો. અંગત અને અંતર્ગત વિરોધાભાસ વર્ણવવા તેં વાપરેલા શબ્દો કાબેલિદાદ છે!! મારી વિનંતીની અસર થશે કે નહીં એની ખબર નથી, પણ મેં નંદિતાને આ ગીતનું સ્વરાંકન કરવા આજે જ ખાસ આગ્રહ કર્યો છે. તારી નવી રચનાઓ બહુ રાહ ના જોવડાવે એ ઈચ્છા સહજ છે. … ચંદ્રેશ

 3. ફેબ્રુવારી 5, 2011 at 12:35 એ એમ (am)

  good one..but not like ‘khaarvan’ or ‘dhodhmar varsad pade’

 4. hasmukh said,

  ફેબ્રુવારી 5, 2011 at 7:54 પી એમ(pm)

  Gajjab.
  I found myself in it.
  “Shkya 6 aa marg par aagal jata ishwar male”

 5. માર્ચ 6, 2011 at 2:33 એ એમ (am)

  આ ખટમીઠ્ઠા ગીતનો સ્વાદ આસ્વાદ્ય લાગ્યો.

 6. Bipin Agravat said,

  માર્ચ 10, 2011 at 8:07 એ એમ (am)

  Hi Brother,

  Tame aavu ne aavu lakhta raho tevi shubhechha.

  Mane tamaru geet khub gamyu.

  Thanks.

 7. pramath said,

  સપ્ટેમ્બર 9, 2011 at 12:07 પી એમ(pm)

  “તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઇચ્છા
  તું પ્યાલામાં ખાલી કરે છે સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી!”
  -’શૂન્ય’ પાલનપુરી (?)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: